પ્રદેશ ભાજપના ત્રણ મોરચાની કારોબારી 25મીએ ધોરડોમાં
ક્ચ્છના ધોરડોની તંબુનગરીમાં ચાર મહિનાથી ચાલતા રણોત્સવની સમાપનની તૈયારી ચાલે છે ત્યારે તા. 25-2ના પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ત્રણ મોરચાની કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ કારોબારીને પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ સંબોધન કરવાના છે.ધોરડો ખાતે કારોબારી બેઠક આયોજન કરવામાં આવ્યું આ કારોબારીને પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ સંબોધન કરવાના છે. પ્રદેશ કક્ષાના à
ક્ચ્છના ધોરડોની તંબુનગરીમાં ચાર મહિનાથી ચાલતા રણોત્સવની સમાપનની તૈયારી ચાલે છે ત્યારે તા. 25-2ના પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ત્રણ મોરચાની કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ કારોબારીને પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ સંબોધન કરવાના છે.
ધોરડો ખાતે કારોબારી બેઠક આયોજન કરવામાં આવ્યું
આ કારોબારીને પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ સંબોધન કરવાના છે. પ્રદેશ કક્ષાના કિસાન, અનુ.જાતિ અને બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક ધોરડો ખાતેની તંબુનગરીમાં યોજાનાર છે. ત આખો દિવસ આ ત્રણેય મોરચાની કારોબારી બેઠક ચાલનાર છે. સંગઠન મુદે્ ચર્ચા થશે કેટલાક નિર્ણય પણ લેવામાં આવશે. ત્રણ સેશનમાં ચાલનારી બેઠકના અંતિમ સેશનને પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સંબોધન કરશે જ્યારે પ્રદેશ મહામંત્રી રત્નાકરજી સહિત પ્રદેશ તથા જિલ્લાના સંગઠનના આગેવાનો હાજરી આપશે.
ધોરડોની તંબુનગરીમાં આખરીઓપ આપવામાં આવી
આ કારોબારી બેઠકને લઈને તૈયારીઓ આરંભી દેવાઇ છે,ધોરડોની તંબુનગરીમાં આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. એક દિવસીય બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવશે,લોકસભાની ચૂંટણીને લઈને પણ મહત્વની ચર્ચા કરવામાં આવશે.
પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા પણ મહત્વનું માર્ગદર્શન આપશે
આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા પણ મહત્વનું માર્ગદર્શન આપશે. આ કાર્યને સફળ બનાવવા માટે તમામ કાર્યકરો ધોરડો ખાતે જહેમત ઉઠાવી રહ્યા છે.આ પ્રદેશ કારોબારી મહત્વની માનવામાં આવે છે જેમાં અતિ મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement